- ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં પલટો આવે છે
- બપોરે 12.30 કલાકે વાતાવરણમાં ધૂમ્મસ જોવા મળી
- ધૂમમ્સવાળા વાતાવરણમાં લોકોને પડી મુશ્કેલીઓ
પોરબંદર: સામાન્ય રીતે વહેલી સવારે 6:30 કલાકે ધૂમમ્સ દેખાતી હોય છે. પરંતુ સોમવારે બપોરે પોરબંદર શહેર અને ચોપાટી પર બપોરે 12.30 કલાકે વાતાવરણમાં પલટો આવતા ધૂમમ્સભર્યું વતાવરણ થઈ ગયું હતું. જેના કારણે વાહનચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તજજ્ઞોના મતે ગ્લોબલ વૉર્મિંગના કારણે વાતાવરણમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું જાણવા મળ્યું હતુ.
આ પણ વાંચો:પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે, બુકિંગ 20 તારીખથી શરું
પ્રદુષણ ના કારણે વાતાવરણ માં થયો પલટો
પોરબંદરમાં સોમવારે બપોરે 12:30 કલાકે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી અને એકાએક વાતાવરણ બદલાઈ ગયું હતું. ભરબપોરે વાતાવરણમાં એકાએક આવેલા પલટાનાં કારણે લોકો પણ આશ્ચર્યજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. વાહનચાલકોને પણ અવરજવર કરતી વખતે સામેનું દ્રશ્ય ધૂંધળું દેખાવા લાગ્યુ હતું. પોરબંદરના હવામાન વિભાગના વૈજ્ઞાનિક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રદૂષણના કારણે પવનની ગતિ ધીમી પડતા ધૂળના રજકણો હવામાં ભળી જાય છે. જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. અંદાજે બે કલાકમાં તેની અસર ઓછી થઈ જતી હોય છે.
આ પણ વાંચો:બજેટમાં બંદરોની સુવિધાઓના વિકાસ માટે 50 હજાર કરોડની જાહેરાત, માછીમાર આગેવાને આપી પ્રતિક્રિયા