ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા સીટી બસ સેવા ફરી શરૂ કરાશે - Porbandar Municipality

પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા ફરી સીટી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં અદ્યતન પીકઅપ બસ સ્ટોપ સહિત શહેરના મોટાભાગના વિસ્તારને આવરી લેવામાં આવશે.

etv bharat
પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા ફરી સીટી બસ સેવા શરું કરવામાં આવશે

By

Published : Sep 9, 2020, 4:39 PM IST

પોરબંદર: ઘણા સમયથી નગરપાલિકા દ્વારા ચાલતી બસ સેવા બંધ કરવામાં આવી હતી. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન બસ સર્વિસ યોજના અંતર્ગત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ફરીથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તેવું નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા ફરી સીટી બસ સેવા શરું કરવામાં આવશે
ગાંધીજી જન્મભૂમિ અને સુદામાની કર્મભૂમિ પોરબંદર શહેરમાં સીટી બસ સેવા 1 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર સીટી બસ સેવા બંધ થતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે મુખ્યપ્રધાન અર્બન બસ સર્વિસ યોજના અંતર્ગત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા એક ડિટેઇલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં પાલિકા દ્વારા ફરી સીટી બસ સેવા શરું કરવામાં આવશે

સંપૂર્ણ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ આગામી દિવસોમાં રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જેમાં પોરબંદરને 13 બસ પોરબંદરના છાયા, બોખીરા, ખાપટસ ધરમપુરને આવરી લઇ 11 રૂટ પર જશે અને આધુનિક બસ સ્ટોપની સુવિધા પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળ્યા બાદ પાંચથી છ મહિના જેટલો સમય લાગશે તેમ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર હેમત પટેલે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details