ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોએ ઢોલ વગાડી તંત્રને કામ કરવા હાકલ કરી

સામાન્ય રીતે લગ્ન પ્રસંગે ઢોલ વગાડવામાં આવતા હોય છે. પરંતુ પોરબંદરના નાગરિકોએ પોતાના વિસ્તારમાં ગંદકીની સાફ-સફાઇ અને અન્ય કામો ન કરતા નગરપાલિકા કચેરીએ ઢોલ વગાડી તાત્કાલિક કામ કરવાની હાકલ કરી હતી.

By

Published : Sep 6, 2020, 1:31 PM IST

gujarat news
gujarat news

પોરબંદરઃ શહેરમાં મેમણ વાડાના અઝહરી કોલોની અને આસપાસના સમગ્ર, ખત્રીવાડ, તકિયા વિસ્તાર, નગીનદાસ મોદી ,જૂની ખડપીઠ વિસ્તરમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી અને રસ્તાના કામ પણ થયા નથી. જેના કારણે ખાડાવાળા રસ્તામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે. તેમાં મચ્છરનો ઉપદ્રવ થવાના કારણે આ વિસ્તરમાં રોગચાળો વધી રહ્યો છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે.

નાગરીકોએ ઢોલ વગાડી તંત્રને કામ કરવા કરી હાકલ

આ સમગ્ર વિસ્તરથી ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેમ રસ્તા પણ બનાવામાં આવ્યા નથી અને ગંદકી પણ સાફ કરવામાં આવતી નથી. આ વિસ્તારોમાં ભુંડ ખાસ કરીને મૂકી જવામાં આવતા હોઈ તે રીતે ભુંડનો ત્રાસ ખૂબ જ વધ્યો છે.

પોરબંદરમાં ગંદકીનું સામ્રાજ્ય

આ વિસ્તરોની મોટાભાગની સ્ટ્રીટ લાઈટ બંધ છે અને વિસ્તરમાં અંધારપટ જેવો માહોલ હોઈ છે. આ તમામમ પ્રશ્નને લઇ સ્થાનીક રહેવાસીઓેએ નગરાલિકાને રજૂઆત કરી હતી. નગરપાલીકા બાકી વેરાઓ જેમ ઢોલ વગાડીને ઉઘરાવે છે તેવી જ રીતે નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારનો આવાજ સાભરે તેનામાટે ઢોલ વગાડીને રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details