આ સમગ્ર બાબતે પોરબંદરના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ. જી રાઠોડે જણાવ્યું હતું કે, બાળકીના મૃત્યુ અંગે તપાસ ચાલી રહી છે. બાળકીનો મૃતદેહ જામનગર પોસ્ટર્મોટમ અર્થે મોકલવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન અંતર્ગત વિસ્તારના અનેક બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય બાળકોમાંથી કોઈ ફરિયાદ આવી નથી.
બાળકીને રસીકરણનું ઇન્જેક્શન અપાતા મોત થયું કે પછી..? - gujarat
પોરબંદર: શહેરના ખાપટ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ પરમારના ઘરે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પુત્રીને રસીકરણનું ઇન્જેક્શન આપ્યું હતું. તેમની પુત્રી રાત્રિના સુઈ ગયા બાદ કોઈ પ્રકારનું હલનચલન ન કરતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેનું મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકીના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે, રસીકરણના કારણે તેમની બાળકીનું મોત થયું છે.
Porbandar
આથી પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીનું રસીકરણથી મૃત્યુ થયું છે કે કેમ, તેનો ખ્યાલ આવશે.
Last Updated : Jul 22, 2019, 10:54 PM IST