- કુછડી ગામે ફેઈઝ-2 બનાવવાને બદલે અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે મુખ્યપ્રધાને આપી ખાત્રી
- ખારવા સમાજના પ્રમુખ અને ધારાસભ્યએ નવું ફીશીંગ હાર્બર બનાવવા માટે કરી હતી રજૂઆત
- માછીમારોનો ફેઈઝ-2નો પ્રશ્ન તેમજ જુના બંદરમાં બોટ પાર્કિંગની સમસ્યાઓનો વહેલી તકે હલ કરાશે
પોરબંદરઃ માછીમારો માટે નવું ફીશીંગ હાર્બર બનાવવા માટે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈ તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાની આગેવાનીમાં પોરબંદર ફેઈઝ-2 સુભાષનગરના ખદરપીરની પાછળ બનાવવા માટે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી, જેમાં મુખ્યપ્રધાને માછીમારો માટે કુછડી ગામે ફેઈઝ-2 બનાવવાનું હતું તે રદ કરી અને માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે ખાત્રી આપી હતી. જુના બંદરને લગતી જગ્યા માપલાવાડી, બાપા સિતારામ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ડ્રેજીંગ કામ કરાવી અને બોટ પાકિંગ માટે હાલના ધોરણે માછીમારોની સમસ્યા હલ કરવા માટે તેમજ માછીમારોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ફિશરીઝ વિભાગની ટીમને માપલાવાડી, બાપા સિતારામ વિસ્તાર વાળી જગ્યામાં નિરીક્ષણ કરવા માટે ખાત્રી આપવામાં આવી હતી.