- પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના નવા ભવન અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ
- મુખ્યપ્રધાને પોરબંદર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું
- ભૂપેન્દ્ર પટેલે સેવાસદનમાં સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ
પોરબંદર: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા ખાતા સંચાલિત 4.26 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના બિલ્ડિંગનું મુખ્યપ્રધાને લોકાર્પણ કરીને ભવનમાં ઉપલબ્દ્ધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદરની ભૂમિ પર આજે 2 ઓક્ટોબરે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા 4 કરોડ 26 લાખના ખર્ચે ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત બિલ્ડિંગનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ આ પણ વાંચો: જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - 5 કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા
ચિલ્ડ્રન હોમમાં 50 બાળકો આધુનિક સુવિધાનો લાભ લઈ શકશે
આ નવનિર્મિત ચિલ્ડ્રન હોમમાં 50 બાળકોને આશ્રય આપવામાં આવશે. આ ચિલ્ડ્રન હોમના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 5000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. અત્યાધુનિક સુવિધાયુક્ત ચિલ્ડ્રન હોમમાં કમ્પ્યુટર ક્લાસ તેમજ બાળકોના મનોરંજન માટે ટી.વી, રમત-ગમતના સાધનો, લાઈબ્રેરી, કિચન, ભોજન ખંડ, કાઉન્સેલિંગ રૂમ, વોટરકુલર, CCTV કેમેરા અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઉપલબ્દ્ધ કરાઈ છે. આ પ્રસંગે કૂષિ પ્રધાન રાધવજી પટેલ, સાંસદ રમેશ ધડુક, સાંસદ રામભાઇ મોકરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુ કારીયા, ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ મોઢવાડીયા તેમજ નગરસેવકોની ટીમના સદસ્યો, કલેક્ટર, ચિફ ઓફિસર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પોરબંદરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત બિલ્ડિંગનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ આ પણ વાંચો: ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું - તમે શહેરનું ગળું દબાવી રહ્યા છો
પોરબંદરમાં મુખ્યપ્રધાને ખાદીની ખરીદી કરી, સાંદિપની આશ્રમ તથા રિવરફ્રન્ટની મુલાકાત લીધી
પોરબંદરની મુલાકાત દરમિયાન પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશ ઓઝા પ્રેરિત સાંદિપની ગુરુકુળ સંકુલની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલનું પૂજ્ય ભાઈએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આ ગુરુકુળમાં ચાલતી વિવિધ વિદ્યા સંસ્કાર પ્રવૃતિઓથી વાકેફ કર્યા હતા. મુખ્યપ્રધાન અને પૂજ્ય ભાઈ સહિતના મહાનુભાવોએ ગુરુકુળમાં દર્શન અર્ચન પણ કર્યા હતા. જે બાદ મુખ્યપ્રધાને રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને તથા કૃષિ પ્રધાને પોરબંદર સ્થિત ખાદી ભવનની મુલાકાત લઈ જુદા જુદા સ્ટોલ પર ખાદીના કાપડ સહિત ખાદીની વસ્તુઓ નિહાળી ખાદીની ખરીદી કરી હતી.
પોરબંદરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત બિલ્ડિંગનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ મુખ્યપ્રધાને પોરબંદરમાં અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીજયંતિ દિને જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજી જન સેવાના સામાજિક દાયિત્વને આત્મસાત કરી યોજનાઓને જન જન સુધી લઇ જઇ લાભાન્વિત કરવા સૌને માર્ગદર્શિત કર્યા હતા. અધિકારીઓની બેઠકમાં કલેક્ટર અશોક શર્માએ જિલ્લાના વિકાસ અને જનસેવાના કાર્યોનું ચિત્ર રજૂ કરી હાથ ધરાયેલા કાર્યોની માહિતી આપી હતી. મુખ્યપ્રધાને તૌકતે વાવાઝોડુ, ડીઝાસ્ટર નિવારણ, ત્વરીત પગલા, અન્ન પુરવઠા, લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી આવકારી જિલ્લાની ટીમની કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત રસીકરણ, ધેડ વિસ્તારમાં રાહત બચાવ, ગુડ ગવર્નન્સની કામગીરીની વિગતો જાણી હતી.