- પુત્રને ટિકિટ ન મળતા ભાજપને કહ્યું-રામ રામ
- અન્ય આગેવાનોના પરિવારજનોને ભાજપમાંથી ટિકિટ અપાઈ
- આમ આદમી પાર્ટીમાં જોડાઇને કરશે લોકોના કામ
પોરબંદર : ભાજપ પક્ષે શુક્રવારના રોજ પોરબંદર છાયા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વૉર્ડ નંબર 13માં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભાજપે અનેક આગેવાનોના પત્ની અને પુત્રને ટિકિટ આપી છે. ત્યારે છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભુતીયાના પુત્રને ટિકિટ ન મળતા તેમને ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
જીવાભાઇ ભૂતિયા સાથે મોટી સંખ્યામાં અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
પોરબંદર ભાજપે શુક્રવારના રોજ છાયા સંયુક્ત નગરપાલિકાના ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે આ યાદીમાં વૉર્ડ નંબર 13ની પોલિસી જાહેર ન કરતા છાયા પાલિકા પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભૂતિયા નાના પુત્ર ભરતભાઈને ટિકિટ ન મળતા ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમજ તેમની સાથે 6 પૂર્વ કાઉન્સલર્સ પણ જોડાયા હતા. જેમાં ગુલાબગર માનગર, સરમણ કોડિયાતર, નવઘણ રાતીયા, વલ્લભભાઈ રામદતી, પોલાભાઈ ગાંગાભાઈ, નરેશ થાનકી, ડાયાભાઈ શીંગરખીયા અને માલદે કાના તથા રામભાઈ ગોસ્વામી અને પ્રકાશ વાછાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
જીવાભાઇ ભૂતિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇને કરશે લોકોના કામ ટોપી અને ખેસ પહેરાવી જીવાભાઈને આવકારાયા
પોરબંદરમાં ભાજપથી નારાજ છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયાને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામભાઈએ આમ આદમી પાર્ટીની ટોપી તથા ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. રામભાઈએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોરબંદરમાં ભ્રષ્ટાચાર અને સમાજમાં ફેલાયેલી ગંદકી દૂર કરશે અને 13 વૉર્ડની 52 બેઠકમાં પાર્ટીના ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણી લડશે.