પોરબંદરમાં કેમિકલ યુક્ત પાણીએ અનેક દરિયાઈ જીવના લીધા ભોગ - Fish
પોરબંદર: દરિયા કિનારે બુધવારે કેમિકલ યુક્ત પાણીના કારણે અનેક માછલીઓ સહિત દરિયાઇ જીવ પ્રાણીઓ નાશ પામ્યા હતા. ઢગલા બંધ માછલીઓ દરિયા કિનારે મૃત અવસ્થામાં દેખાઈ હતી. પોરબંદરના દરિયા કિનારે ગઈ કાલે કેમિકલ યુક્ત પાણીના કારણે અનેક માછલીઓ સહિત દરિયાઇ જીવ સૃષ્ટિ નાશ પામી હતી અને ઢગલા બંધ મછલી દરિયા કિનારે મૃત અવસ્થામાં દેખાતા લોકો પણ અચરજ પામ્યા હતા.
સમુદ્ર કિનારે સવારે મોર્નીગ વોક કરવા આવતા લોકોમાં પણ રોષ ભભૂક્યો છે. પોરબંદરમાં આવેલા દરિયા કિનારા પર એક ખાનગી સોડા એશની કંપની દરિયામાં કેમિકલ યુક્ત પાણી વર્ષોથી છોડી રહી છે. જેના કારણે માછલીઓના મોત થયા હોવાનું લોકો જણાવી રહ્યા છે, તેના પર કડક કાર્યવાહી કરવા માટે અનેક વાર રજુઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી. માછીમારોએ અહીં આવેલ માછલીઓ કેમિકલના કારણે મરેલી હોવાના કારણે કોઈએ ખાવામાં ઉપયોગ ન કરવા અને ખાતરમાં ઉપયોગ કરવાની સલાહ આપી હતી