પોરબંદર: ભાવનગર મંડળના પોરબંદરથી દોડતી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનના ચાલી રહેલા દિવસોમાં બદલાવ કરવામાં આવ્યો છે.
પોરબંદરથી ચાલતી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન (00913) હવે 29 સપ્ટેમ્બર, 2020થી મંગળવાર, ગુરુવાર અને શનિવારે દોડશે. તેવી જ રીતે શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન (00914) શાલીમારથી 01 ઓક્ટોબર, 2020થી ગુરુવાર, શનિવાર અને સોમવારે દોડશે.
પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ દોડતી ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર - ટ્રેનમાં ફેરફાર
પશ્ચિમ રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો, જેવી જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે વિશેષ ટાઇમ ટેબલ પાર્સલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર મંડળના પોરબંદરથી દોડતી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનના ચાલી રહેલા દિવસોમાં બદલાવ કરવામાં આવ્યો છે.
આ પાર્સલ ટ્રેન પોરબંદરથી સાંજે 6.00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 06.30 વાગ્યે શાલીમાર પહોંચશે. એ જ રીતે રિટર્નમાં, આ પાર્સલ ટ્રેન શાલીમારથી 20.25 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 20.00 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટા નગર, ખડગપુર જંકશન, પાનસ્કુરા અને મેકેડા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.