તેઓએ સંદેશો આપ્યો હતો કે, પક્ષીઓ પ્રેમ અને ખુશીઓ બમણી કરે છે. તો અન્ય લોકો સહીત બાળકોએ પણ હોંશે હોંશે આ કાર્યમાં જોડાયા હતા. તેમજ અનેકવૃક્ષો પર અને ઘરમાં 250થી પણ વધુ માળા લગાવ્યા હતા. સવાર પડતાની સાથે જ ચકલીનીના ચીં-ચીં અવાજથી મન અને વાતાવરણ પ્રફુલ્લિત થાય છે. જેને સાયકોલોજીકલ રીતે પણ જોઈએ તો બાળકના મન પર પણ સારી અસર કરે છે. પ્રકૃતિના સૌંદર્યમાં રહી બાળકની યાદશક્તિમાં વધારો થાય છે તેમ સરમણ ભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું.
ચકલી દિન નિમિતે શાળામાં બાળકોને પક્ષી પ્રત્યે જાગૃત કરાયા
પોરબંદર: આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે અનેક સ્થળો પર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણાનાં ભડ ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક સરમણ ભાઈ ઓડેદરાએ વિદ્યાર્થીઓને ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કર્યું હતું. લુપ્ત થતી ચકલીને બચાવવા આ દિવ્યાંગ શિક્ષક જાત મહેનત કરીને ચકલીના માળા બનાવે છે.
પોરબંદરમાં છેલ્લા 3 વર્ષથી વૃક્ષો વાવી તેના જતન કરવા જેવી સામાજિક અને નેચરની સેવાકીય પ્રવૃત્તિ કરતી 'સેવ ધ નેચર પોરબંદર સંસ્થા' દ્વારા 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નાના ભૂલકાંઓને ચકલી વિશે જાણકારી મળી રહે તે હેતુને અનુસરીને પોરબંદરની શ્રીમતિ જયશ્રીબેન વિરામભાઈ ગોઢાણીયા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પક્ષીઓથી પરિચિત થાય એ માટે એક ચકલી વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં બહોળી સંખ્યામાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા એ લોકોને ચકલી વિશે માર્ગદર્શન પણ આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સભ્યો દીપ શાહ, પ્રણવ રાવલ અને અક્ષય થાનકીએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યનું સંચાલન દીપ શાહે કર્યું હતું.