શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019 અંતર્ગત શ્રી ગીરીરાજ ગ્રુપ પોરબંદર મનોરથ સ્વરૂપે શ્રી હરિરાય મહાપ્રભુ વિરચિત વલ્લભ સખી રસપાનના વક્તા વૈષ્ણવાચાર્ય પૂ.ગો.શ્રી વસંતકુમારજીએ 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી બિરલા હોલમાં સર્વે વૈષ્ણવોને રસપાન કરાવ્યું હતું.
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ-2019ની કરાઇ ઉજવણી
પોરબંદરઃ શહેરમાં બિરલા હોલ ખાતે તારીખ 26 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ 2019ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી વ્રજની સોશિયલ ગ્રૂપ અને શ્રી મહાપ્રભુજી ઉત્સવ આયોજનનાં 20માં વર્ષના ઉપલક્ષ્યમાં વલ્લભ સખી રસપાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.
pbr
આ પ્રસંગે વૈષ્ણવો દ્વારા અનેકવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. જેમાં ગરીબોને અનાજ અને તેલ અર્પણ કરવામાં આવશે અને સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 30 એપ્રિલના રોજ વલ્લભાચાર્યજીની હવેલી ખાતે સર્વોત્તમ સ્ત્રોત પાઠ આરતી સહિત સાંજે 4:30 કલાકે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્રજનિધી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.