પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા Etv ભારત મીડિયા પાર્ટનર સાથે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં આજે સવારે આ કાર્યક્રમ ઉદ્ઘાટન રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મા દીપ આનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ઇન્ચાર્જ એસ.પી ભરત પટેલ સાહેબ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેઓએ યુવાનોને મોબાઈલનું વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરી યુવાવસ્થામાં મળેલ સમયનો સદુપયોગ કી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની શીખ આપી હતી.
જ્યારે સ્વામી આત્માનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવનના દ્રષ્ટાંતો આપી યુવાનો કયા દેશનું સાચું જીવન છે અને યુવાનો દ્વારા જ દેશમાં પરિવર્તન આવશે તેમ સ્વામી વિવેકાનંદના જીવન પરથી યુવાનોને શીખ મેળવવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના સંયોજક કમલેશભાઈ ભારત વિકાસ પરિષદ સંસ્થાનો પરિચય આપી જણાવેલ કે, ભારતીય સંસ્કૃતિના પર્વની ઉજવણી પાછળ ભારતના ઋષિમુનિઓએ વિજ્ઞાનનો પણ સમાવેશ કરી ઉજવણી કરવામાં આવે છે.