પોરબંદરના મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, સમાજનું સ્તર ઊંચું લાવવા માટે આપણે મહિલાઓને તેમના અધિકારો આપવા જોઈએ. ઘણીવાર પ્રચારમાં જતા મેં જોયું છે કે, સરપંચ મહિલા હોય પરંતુ તેની ખુરશી પર પુરુષ બેઠા હોય છે. આમ આપણે શીખવું પડશે કે, સમાજનું સ્તર ઊંચું લાવવા મહિલાઓને તેમનો હક આપવો પડશે.
સમાજનું સ્તર ઊંચું લાવવા મહિલાઓને તેના અધિકાર આપવા જોઈએ : જવાહર ચાવડા - મહિલા દિવસ
પોરબંદર: મહિલાની વાત સાથે તેના અધિકારોની વાત સિક્કાના પાસાની જેમ જોડાયેલ છે. મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રવાસન અને મત્યઉદ્યોગ પ્રધાન, પોરબંદર જિલ્લાના પ્રભારી જવાહર ચાવડા અને ધારાસભ્ય બાબુભાઇ બોખરિયા ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી, જવાહર ચાવડાએ મહિલા અધિકારોની વિશે કરી વાત
મહિલા નેતૃત્વ દિવસના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ મોરી, છાંયા નગર પાલિકા પ્રમુખ અંજના બેન ગોસ્વામી તથા કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા સહિતના આરોગ્ય અધિકારઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓનું સમાજમાં યોગદાન જરૂરી છે. સાથો-સાથ મહિલાઓ માટે આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષાની જરૂર છે. તે માટે મહિલાઓ નેતૃત્વનો ગુણ વિકસાવી આગળ વધે તેવો સંકલ્પ કરાવામાં આવ્યો હતો.