ગુજરાત

gujarat

ETV Bharat / state

પરબંદરમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ,તૈયારીઓ શરુ - guajrati news

પોરબંદરઃ જિલ્લા કલેકટર  મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગ યોજાઈ. જેમાં યોગ નિદર્શનના વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા. જેમાં મુખ્ય કાર્યક્રમ પોરબંદરની ચોપાટી ખાતે યોજાશે.

પરબંદરમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

By

Published : Jun 5, 2019, 7:50 AM IST

પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ તાલુકા દીઠ 2 સ્થળોએ યોજાશે. નગરપાલિકા વિસ્તારમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લાની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, રોટરી કલબ, લાઇન્સ કલબ, પતંજલી, અને અન્ય એસોસીએશનોની લોકભાગીદારીથી કાર્યક્રમ યોજાશે, જેમાં સીનીયર કોચ મનીષ જીલડીયા, રમત ગમત અધિકારીની કચેરી અને તેની ટીમ આ કાર્યક્રમના આયોજન માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી છે.

બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક કલેકટર મહેશ જોશીએ કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધાનાણી, પ્રાંત અધિકારી અંસારી, જિલ્લા શિક્ષણાધિકારી મિયાણી, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી આર.વી. મકવાણા, મ્યુનિસિપલ ઓફિસર હુદડ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પાંચમો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. જેનાથી શરીરને અનેક ફાયદા થાય છે,શારીરિક અને માનસિક તંદુરસ્ત જીવન માટે યોગ જરૂરી છે. યોગ માત્ર એક દિવસ નહીં કરીને એક સ્વભાવના રૂપમાં નિયમિત કરવામાં આવે તે જરૂરી છે .

ABOUT THE AUTHOR

...view details