ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસ સામે સાવચેતી: પોરબંદર રેલવે વિભાગે તૈયાર કર્યા 6 આઇસોલેશન કોચ - Caution against Corona Virus

કોરોના વાઈરસનો ફેલાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પોરબંદર રેલવે વિભાગ દ્વારા 6 આઈસોલેશન કોચ બનાવવામાં આવ્યા છે. પોરબંદરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ સ્વસ્થ થઈ જતા હાલ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નથી.

caution-against-corona-virus-porbandar-railway-department-prepares-6-isolation-coaches
કોરોના વાઈરસ સામે સાવચેતી: પોરબંદર રેલવે વિભાગે તૈયાર કર્યા 6 આઇસોલેશન કોચ

By

Published : Apr 13, 2020, 4:09 PM IST

પોરબંદર: દેશભરમાં કોરોના વાઈરસ નામની મહામારીથી બચવા અનેક લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ વિશેષ કામગીરી કરવામાંં આવી રહી છે. ત્યારે ભારતીય રેલવે દ્વારા પણ ઠેરઠેર આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાઈરસ સામે સાવચેતી: પોરબંદર રેલવે વિભાગે તૈયાર કર્યા 6 આઇસોલેશન કોચ

પોરબંદરમાં પણ કોરોના વાઈરસ સામેની જંગમાં રેલવે તંત્ર સજ્જ થઈ ગયું છે. પોરબંદર રેલવે તંત્ર દ્વારા 6 આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી આવે તો તેની તમામ સુવિધા અને મેડિકલ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

કોરોના વાઈરસ સામે સાવચેતી: પોરબંદર રેલવે વિભાગે તૈયાર કર્યા 6 આઇસોલેશન કોચ

તાત્કાલિક મેડિકલ સુવિધા કોરોના વાઈરસના દર્દીઓને મહત્વ આપવામાં આવશે. આ તકેદારી અગાઉથી જ રાખવામાં આવી છે. જો કે, પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ રિકવર થઈ ગયા છે. હાલમાં પોરબંદરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી.

ABOUT THE AUTHOR

...view details