ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇયળના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ, આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી - helth department

પોરબંદરઃ ચોમાસાની ઋતુમાં પોરબંદર જિલ્લામાં હજુ વરસાદની સીઝન શરૂ થઈ છે. ત્યાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભય વરસાદનો નહીં પરંતુ વરસાદમાં થતી ઇયળના ઉપદ્રવનો છે. જેનાથી રાણાવાવ તાલુકાનાં રાણાખીરસરા ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.

ઇયળના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ

By

Published : Jul 2, 2019, 5:23 AM IST

Updated : Jul 2, 2019, 10:29 AM IST

રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે પ્રથમ વરસાદમાં જ ઇયળ જોવા મળી રહી છે. જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે અને દવાનો છંટકાવ કરી ઇયળનો નાશ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

ઇયળના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ! આરોગ્ય વિભાગ ઘોર નીંન્દ્રામાં ?

ઇયળથી ત્રાહિમામ પોકારી અનેક લોકોએ ઘર ખાલી કરી અન્ય સ્થળે રહેવા જતાં રહ્યા છે. ત્યારે, લોકોને આરોગ્યની તકેદારી આરોગ્ય વિભાગ કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું છે.

Last Updated : Jul 2, 2019, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details