- ચેપી વાયરસના કારણે પોરબંદરમાં 1 માસમાં 100 જેટલા બાળ શ્વાનના મોત
- કેનાઇન પરવો ચેપી વાયરસની ચપેટમાં 6 માસના બાળશ્વાન
- શરૂઆતમાં સામાન્ય ડાયેરિયા-વોમીટ ત્યાર બાદ લોહીના ડાયેરીયા
પોરબંદર: સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે શ્વાનોના મોત થતા હોય છે. શ્વાનમાં ચેપી વાયરસ કેનાઈન પારવો (Canine Parvo Dogs Virus in Porbandar)ની અસર થતા પોરબંદરની શેરીમાં રખડતા અને પાલતું બાળ શ્વાન આ બીમારીનો શિકાર બન્યા છે. છેલ્લા એક માસમાં પોરબંદરમાં 100થી વધુ બાળ શ્વાનના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
શ્વાનોમાં કેનાઇન પારવો નામના વાઇરસની શિયાળામાં વધુ અસર
સામાન્ય રીતે જે શ્વાનનો ઇમ્યુનિટી પાવર (Immunity of Puppies ) ઓછો હોય તેવા શ્વાનો આ વાયરસનો વધારે શિકાર બને છે. 6 માસથી નીચેના બાળ શ્વાનમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો આ વાયરસ (Canine Parvo Dogs Virus )ની અસર વધુ દેખાય છે. જેમાં પ્રથમ લક્ષણોમાં બાળ શ્વાનને વોમીટ અને ડાયેરિયા થાય છે. શરૂઆતમાં સામાન્ય ડાયેરીયા થતા શ્વાન ખોરાક લેવાનું બંધ કરી દે છે. સુસ્ત અને તાવ પણ આવે છે અને અન્ય શ્વાનના સંપર્કમાં આવે તો તેને પણ આ ચેપ થવાની શકયતા વધારે છે.