ગુજરાત

gujarat

ETV Bharat / state

સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરડા સાગર ડેમની કેનાલમાં થઇ સફાઈ - Sujalam Sufalam scheme

પોરબંદરઃ બરડા સાગર ડેમ બરડા વિસ્તારમાં જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેની સાથે જોડાયેલી કેનાલોની સફાઈ કરવામાં આવતી ન હતી. જેથી આ કેનાલમાં ઝાડી-ઝાંખરા અને વરસાદી પાણીથી પથ્થરો અને માટી પડતી હોવાથી કેનાલ બુરાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ અનેક પ્રયાસો બાદ આ કેનાલનો સમાવેશ સુજલામ સુફલામ યોજનામાં કરવામાં આવ્યો હતો. તેથી આ કેનાલનું સફાઈ કામ હાથ ધરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

pbr

By

Published : May 5, 2019, 5:11 PM IST

આ કેનાલ પર ચોમાસામાં બગવદર મોઢવાડા રોડ પરથી પાણી પસાર થતું હોવાથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ જાય છે. જેથી કેનાલની સાફ સફાઈ કરવી જરૂરી બની હતી. આ બાબતે મોઢવાડા ગામના યુવા સરપંચ જયમલ મોઢવાડીયા અને કેનાલ કાંઠાના લાભાર્થી ખેડૂતોએ ધારાસભ્ય બાબુ બોખીરીયા સહિત કલેક્ટર તેમજ કાર્યપાલક ઈજનેરને પણ કરી હતી.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત બરડા સાગર ડેમની કેનાલમાં સફાઈ કરાઈ

ધારાસભ્યના પ્રયાસથી સુજલામ સુફલામ યોજનામાં આ કેનાલનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી હાલ આ કેનાલોની સાફ સફાઈનું કામ ચાલુ થતા મોઢવાડા અને કેનાલના કાંઠાના ખેતર ધરાવતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details