મહેસાણા: ઠંડીની સીઝનમાં હિમાલય અને ઉત્તરના ઠંડા પ્રદેશો બર્ફીલા બની જતા પાણીની અને અનુકૂળ વાતાવરણની શોધમાં વિદેશી યાયાવર પક્ષીઓ હજારો કિમીનું અંતર કાપી ઊંચા પહાડો પાર કરતા મહેસાણા જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ (Thol Sanctuary Mehsana) ખાતે આવી આશરો લેતા હોય છે.
કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા મહેસાણાના થોળ અભ્યારણની મુલાકાતે કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ લીધી મુલાકાત
આ સીઝનમાં થોળ પક્ષી અભ્યારણયાયાવર પક્ષીઓ (Migratory birds) અને કુદરતી નજારાથી સોળે કળાએ ખીલી ઉઠતા પર્યટકો માટે જોવાલાયક સ્થળ તરીકે ખુલ્લું મુકવામાં આવે છે. રવિવારે રાજ્યના કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ પણ પોતાના પરિવાર સાથે થોળ પક્ષી અભ્યારણની મુલાકાત કરી ખુશી વ્યક્ત કરી હતી. અભ્યારણના જતન અને પક્ષીઓની સાર સંભાળ માટે (Jagdish Vishwakarma Thanks Gujarat Govt) ગુજરાત સરકાર અને વન વિભાગની કામગીરીને પણ બિરદાવી હતી.
કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા મહેસાણાના થોળ અભ્યારણની મુલાકાતે 1988માં આ તળાવ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરાયું
જલપ્લાવિત વિસ્તાર તરીકે વિશાળ ક્ષેત્રફળમાં વ્યાપેલા થોળ તળાવનું નિર્માણ ગાયકવાડી સમયે આજથી 109 વર્ષ પહેલાં ઇ.સ. 1912માં કરવામાં આવ્યું હતું. આ તળાવ ગાયકવાડી સમયમાં ખેતી માટે સિંચાઇના નીર સંગ્રહ થાય અને ખેડૂતોને લાભ મળે તે હેતુથી નિર્માણ કરવામાં આવ્યું હતું. સમય જતાં કુદરતના ખોળે સૌંદર્ય પાથરતા પક્ષીઓએ આ સ્થળને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું ત્યારે અહીં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મહેમાન બનતા વર્ષ 1988માં સરકાર દ્વારા આ સ્થળે પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આમ થોળ તળાવ એક પક્ષી અભિયારણ તરીકે નામના પામ્યું હતું.
કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા મહેસાણાના થોળ અભ્યારણની મુલાકાતે આ પણ વાંચો: covaxin postal stamp: રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી
આ પણ વાંચો: Double Murder Case : પોરબંદરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકારણ..! પોલીસ કાર્યવાહીનો ધમધમાટ