પોરબંદર : શહેરમાં અંદાજે 5000 જેટલા રેકડી કેબીન ધારકો છે. જે 5000 રેકડી કેબીન ધારક કુટુંબો સીધી રોજગારી મેળવે છે. તેમજ 2000 કુટુંબો પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનના કારણે નગરપાલિકા દ્વારા સેનિટાઈઝર કરવાના બહાને રેકડી કેબીન ધારકોને રેકડી ઉઠાવવાનું કહ્યુ હતું.
પોરબંદરમાં રેંકડી કેબીન ધારકોએ ધરણા કર્યા, 10 લોકોની ધરપકડ
પોરબંદરમાં લોકડાઉનના કારણે નગરપાલિકા દ્વારા સેનિટાઈઝર કરવાના બહાને રેકડી કેબીન ધારકોને રેકડી ઉઠાવવાનું કહ્યુ હતું.બાદમાં તેઓને રેકડી રાખવા દેવામાં ન આવતા રેકડી કેબીન ધારકોએ બેનરો સાથે મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે ઉપસ્થિત રહી વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું.
પોરબંદર
ત્યારબાદ હવે ફરીથી લોકડાઉન ખુલ્યા પછી રેકડી ન રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. તેમજ રેકડી કેબીન હટાવવા માટે નગરપાલિકા દ્વારા પોલીસ દમન કરી જુલમ ગુજારવામાં આવે છે. આ અંગે તમામ પોરબંદરના રેકડી કેબીન ધારકોએ બેનરો સાથે મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે ઉપસ્થિત રહી ધરણાં કર્યા હતા.જેમાં પોલીસ દ્વારા 10 લોકોની ઘરપકડ કરવામાં આવી હતી.