ગુજરાત

gujarat

ETV Bharat / state

નવી હોસ્પિટલ ઉભી કરો, સહકાર અમે આપશું: અર્જૂન મોઢવાડીયા - ગુજરાતના તાજા સમાચાર

પોરબંદરઃ ગત 26 એપ્રિલની રાત્રે પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં ગેટ પર એક બેનર લગાવવામાં આવ્યું હતું. બેડ ફૂલ હોવાથી નવા દર્દીઓને દાખલ કરવામાં નહિ આવે, અન્ય જિલ્લામાં સારવાર લેવા અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા જણાવવામાં આવ્યું હતુ. જેને લઇને કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ વિરોધ કર્યો હતો અને અંતે બેનરને હટાવવામાં આવ્યું હતુ.

નવી હોસ્પિટલ ઉભી કરો, સહકાર અમે આપશું: અર્જૂન મોઢવાડીયા
નવી હોસ્પિટલ ઉભી કરો, સહકાર અમે આપશું: અર્જૂન મોઢવાડીયા

By

Published : Apr 27, 2021, 5:27 PM IST

  • કલેક્ટર અને DDOની સૂચનાથી નવા દર્દીઓને ન આવવા સૂચનનું બેનર લગાવતા લોકો પરેશાન થયા
  • આ નિર્ણયનો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કર્યો વિરોધ
  • મોઢવાડિયાના વિરોધ બાદ પોરબંદરમાં નવા દર્દીઓને ન આવવાનું બેનર હટાવાયું

પોરબંદરઃગત 26 એપ્રિલની રાત્રે પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં ગેટ પર એક બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં બેડ ફૂલ હોવાથી નવા દર્દીઓને લેવામાં નહિ આવે. અન્ય જિલ્લામાં સારવાર લેવા અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા જણાવ્યું હતું આવા નિર્ણયનો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ વિરોધ કરતા તાત્કાલીક બેનર ઉતારવામાં આવ્યું હતું.

કલેક્ટર અને DDOની સૂચનાથી નવા દર્દીઓને ન આવવા સૂચનનું બેનર લગાવતા લોકો પરેશાન થયા

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લાના માધવપુરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર બનાવાશે

કલેક્ટર અને DDOની સૂચનાથી લગાવાયું બેનર

પોરબંદરના સિવિલ સર્જન જે. એન. પરમારના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લા કલેક્ટર સાથે મિટિંગ થઈ હતી. કલેક્ટર અને DDOની સૂચના અનુસાર પોરબંદરની હોસ્પિટલમાં સારવાર અર્થે બહાર ગામથી દર્દીઓ આવતા હતા, પોરબંદરની હોસ્પિટલ ફુલ થઈ ગઇ હોવાથી અન્ય લોકો પરેશાન ન થાય તે માટે આ પ્રકારનું બેનર લગાડવામાં આવ્યું હતું. જેમાં નવા દર્દીઓ ન આવવા અને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જવા જણાવ્યું હતું. હાલ આ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે આ સમયમાં દર્દીને મદદ ન મળે તો ક્યાં જાય. આ બાબતને ધ્યાનમાં લઇ કોંગી નેતા અર્જૂન મોઢવાડિયાએ વિરોધ કર્યો હતો. અંતે આ બેનર ઉતારવામાં આવ્યું હતું.

આ નિર્ણયનો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કર્યો વિરોધ

આ પણ વાંચોઃ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 45 બેડનો વધારો કરાયો

પ્રજા રામ રાજ્યના બદલે રામ ભરોસે: મોઢવાડિયા

અગાઉ પણ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી. એક વર્ષ સુધી કશું ન કર્યું અને ભાજપ સરકારે રામ મંદિરના નામે રાજનીતિ કરી ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા, પ્રજા રામ રાજ્યને બદલે હવે રામ ભરોસે જેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જણાવ્યું હતું કે, કોરોનાની લહેરમાં પોતે કશું થવા નથી દીધું પરંતુ હવે કંઈ થઈ રહ્યું છે તે માટે ભાજપની સરકાર જવાબદાર છે. તેમ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

નવી હોસ્પિટલ ઉભી કરો, સહકાર અમે આપશું: અર્જૂન મોઢવાડીયા

ABOUT THE AUTHOR

...view details