ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણાવાવ તાલુકાનું બોરડી ગામ વૃંદાવન યોજના માટે પસંદ કરવામાં આવ્યું - porbandar

પોરબંદર: રાણાવાવ તાલુકાનું બોરડી ગામ રાજ્ય સરકારની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામતા અહી આ અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

spot

By

Published : May 2, 2019, 7:02 PM IST

રાણાવાવ તાલુકાનું બોરડી ગામ રાજ્ય સરકારની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામ્યું છે. અહી સર્વે માટે રાજકોટથી એક ટીમ આવી પહોંચી છે. આ ટીમ દ્વારા બોરડી ગામે માળખાકીય સુવિધા,શિક્ષણ,આરોગ્ય તેમજ ખેતીવાડી અંગે જરૂરી માહિતી મેળવી અને ગામના વિકાસ માટે આગામી સમયમાં શું આયોજન થઇ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને રોજગારી માટે ક્યાં પ્રકારની તાલીમની જરૂર છે. તેમજ આગામી સમયમાં ગામમાં ઘટતી સુવિધાઓ અંગે ક્યાં પ્રકારના કામો કરી શકાય તે અંગે ગ્રામજનો સાથે વિસ્તૃત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ટીમને TDO, તલાટી મંત્રી તથા અન્ય પંચાયતના આગેવાનોએ સમગ્ર માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details