ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં હોસ્પિટલની બેદરકારી, કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ મૃતદેહની દફનવિધી કરાઇ - porbandar corona news

પોરબંદરમાં એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જ્યાં દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ તેના મૃતદેહની દફનવિધી કરાઇ હતી. જોકે બીજા દિવસે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પોરબંદરમાં હોસ્પિટલની બેદરકારી
પોરબંદરમાં હોસ્પિટલની બેદરકારી

By

Published : Aug 4, 2020, 5:36 PM IST

પોરબંદર: એક તરફ કોરોનાથી બચવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં સિવિલ હોસ્પિટલની એક બેદરકારી સામે આવી છે. જેમાં પોરબંદરના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકના કારણે થયાનું જણાવી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને તેની દફન વિધિ પણ કરવામાં આવી.ત્યારબાદ બીજા દિવસે મૃતકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મૃતકના પરિવારને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યો છે.
ગત તારીખ 1 ના રોજ અજહરી કોલોની નજીક આવેલા મેમણ કોલોનીમાં રહેતા યુસુફ નૂર મહંમદ પુંજાણી નામના 75 વર્ષના વૃદ્ધને શ્વાસની તકલીફ હોવાથી પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને આઇસોલેશન વોર્ડમાં ઓક્સિજન પર રાખી સારવાર ચાલુ કરવામાં આવી હતી. તે સમયે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, દરમિયાન રવિવારે બપોરના સમયે તેમનું મોત નિપજ્યું હતું અને તેનો કોરોના રિપોર્ટ પેન્ડિંગ હતો. છતાં સિવિલ હોસ્પિટલના તંત્ર એ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેતા મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી.

મૃતકના પુત્ર હાજીભાઇના જણાવ્યા અનુસાર સિવિલ દ્વારા હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા તેના પરિવારજનોએ જ મૃતદેહની દફનવિધિ પણ કરી નાખી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનોને એવું જણાવ્યું હતું કે, મૃતક યુસુફભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આથી તેમના ઘર નજીક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details