આદિત્યાણામાં તળાવમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ બીજા દિવસે મળ્યો - gujaratinews
પોરબંદર: જિલ્લાના આદિત્યાણાનો એક યુવક પાણીમાં ગરકાવ થયો હતો. તેના મૃતદેહને શોધવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ તેને સફળતા મળી ન હતી. અંતે પ્રાઈવેટ કેમેરાનો ઉપયોગ કરી યુવાનના મૃતદેહને શોઘવામાં સફળતા મેળવી હતી.
etv bharat
આદિત્યાણા ગામનો રહેવાસી વિશાલ દિપક ભાઈ મારૂ તળાવમાં નાહવા ગયો હતો. તે સમયે પગ લપસી જતા તળાવમાં ડૂબી ગયો હતો. તેના મૃતદેહ શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી. પરંતુ મૃતદેહ ન મળતા પ્રાઇવેટ કેમેરાનો ઉપયોગ કરી યુવાનનો મૃતદેહ શોધવામા સફળતા મળી હતી.