ગુજરાત

gujarat

ETV Bharat / state

અડધી રાત્રે આ રીતે માછીમારોની જીવ બચાવીને લાવ્યું આ જહાજ... - 5 Rescue of fishermen

ઓખાના દરિયામાં મધ્યરાત્રીએ ભારતીય માછીમારી બોટ અનિયંત્રિત (Boat Stuck in Sea Okha) થતા રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતું. તોફાની દરિયામાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેતા (ICG Ship Rescue Operation) હાશકારો થયો હતો. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ..

અડધી રાત્રે આ રીતે માછીમારોની જીવ બચાવીને લાવ્યું આ જહાજ...
અડધી રાત્રે આ રીતે માછીમારોની જીવ બચાવીને લાવ્યું આ જહાજ...

By

Published : Aug 4, 2022, 11:19 AM IST

ઓખા :ભારતીય તટ રક્ષક દળના (ICG) જહાજ C-413 દ્વારા 02-03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં (Boat stuck in sea Okha) બચાવ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પૂરમાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીના તમામ ક્રૂને સલામત રીતે ઓખા લઇ (ICG Ship rescue operation) જવામાં આવ્યા હતા. 03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટ રક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં પૂરની સ્થિતિમાં અનિયંત્રિત થઈ ગઈ હોવાની માહિતી સામે આવી હતી.

અડધી રાત્રે તોફાની દરિયામાં પાંચ માછીમારોનો કર્યો બચાવ

આ પણ વાંચો :પોરબંદર ભારતીય તટ રક્ષક દળમાં 'સજાગ' શિપનું આગમન, દરિયાઈ સુરક્ષામાં કરશે વધારો

તોફાની દરિયામાં બચાવ - ઓખાના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર હોવાનું ધ્યાનમાં (Rescue operation in sea of ​​Okha) આવ્યું હતું. ICGએ તાત્કાલિક આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને ઝડપી ઇન્ટરસેપ્ટર વર્ગના જહાજ C-413ને સહાય માટે મોકલવામાં આવ્યું હતું. આસપાસમાં રહેલા જહાજોને પણ ચાંપતી નજર રાખવા માટે અને તેને જોવામાં મદદ કરવા માટે સતર્ક કરી દેવામાં આવ્યા હતા. ICGનું જહાજ અત્યંત તોફાની દરિયામાં અને મહત્તમ ઝડપ સાથે લગભગ 02:15 AM વાગ્યે આ વિસ્તારમાં (5 Rescue of fishermen) પહોંચ્યું હતું. હોડી ભારે પૂરના કારણે આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલી હતી અને એક બાજુ નમી ગઈ હોવાનું જણાયું હતું.

અડધી રાત્રે તોફાની દરિયામાં પાંચ માછીમારોનો કર્યો બચાવ

આ પણ વાંચો :મુન્દ્રા બંદરેથી નીકળેલું જહાજ ઓખા નજીક ડૂબ્યું, ઓખા કોસ્ટ ગાર્ડે 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા

પાણીને નિયંત્રિત કરવા કરાયો પ્રયાસ - માછીમારોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવાના પ્રયાસમાં, તમામ ક્રૂને ICGના જહાજ (Ship rescue operation in Okha) પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ICGના કર્મચારીઓએ સબમર્સિબલ પંપનો ઉપયોગ કરીને હોડીમાં ધસી આવતા પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે તેના પર નિયંત્રણ મેળવી શકાયું હતું. ICGનું જહાજ સવારના 04:00 વાગ્યે બચાવી લેવામાં આવેલા તમામ ક્રૂને લઇને ઓખા આવ્યું હતું. પૂરમાં ફસાયેલી બોટને પણ અલગથી ઓખા લાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details