પોરબંદર સહિત રાજ્યના નાની બોટ ધારકો માટે ધનતેરસ પૂર્વે સરકાર દ્વારા જાહેરાત (Boat holders in Porbandar) કરવામાં આવી છે. કેરોસીનના જથ્થાની ખરીદી ઉપર પ્રતિ લીટરે મળતી રૂપિયા 25ની સહાય વધારીને 50 કરવામાં આવી છે. તેમજ પેટ્રોલ વાપરનારાઓ માટે પણ સમાન ધોરણે સહાય ચુકવવા યોજના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કેરોસીનનો વાર્ષિક જથ્થો 1472 લીટરના સ્થાને વધારીને 1500 લીટર કરી આપવામાં આવ્યો છે. જેને લઈને નાની બોટ ધારકોમાં તહેવારના સમયે ખુશી છવાઈ છે. (Dhanteras Fishermen Govt Announcement)
સહાયમાં વધારો સાથે કેરોસીનમાં પણ વધારોOBM નાની બોટ ધારક માછીમારોને ફિશિંગ માટે પ્રતિ બોટ, પ્રતિ લિટર 25ની સહાય પ્રતિ માસ મહતમ 150 લીટર કેરોસીનના જથ્થાની ખરીદી ઉપર ચૂકવવામાં આવતી હતી. માછીમારીની બંધ સીઝન સિવાય પ્રતિ બોટ વાર્ષિક મળવાપાત્ર મહત્તમ જથ્થો 1472 લીટર હતો. OBM બોટધારક માછીમારોને કેરોસીન ખરીદી પર સહાય આપવાની યોજના વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 418.25 લાખની જોગવાઈથી ચાલુ કરવામાં આવેલા છે. (Assistance to small boat holders)
કેટલો વધારો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ સહાયની રકમ પ્રતિ લિટર, પ્રતિ બોટ મહતમ 50 કરવા અને કેરોસીનનો વાર્ષિક જથ્થો 1500 લીટર કરવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની દરખાસ્ત આવેલ હતી. જે સરકારની વિચારણા હેઠળ હતી. રાજ્યના OBM બોટધારક માછીમારોને કેરોસીન ખરીદી પરની સહાય યોજનામાં સહાયની રકમ પ્રતિ લિટર, પ્રતિ બોટ 25ને બદલે મહતમ 50 કરવા અને કેરોસીનનો વાર્ષિક જથ્થો 1472ના સ્થાને 1500 લિટર કરવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની દરખાસ્તને મંજૂરીની મહોર લાગી જતાં માછીમાર ઉદ્યોગમાં ખુશીના ફટાકડા ફુટ્યા છે. (Fishermen purchase quantities of kerosene)
નાની બોટ ધારકો માટે પણ ખુશી એટલું જ નહીં પરંતુ જે નાની બોટ ધારક માછીમારો કેરોસીનને બદલે પેટ્રોલનો વપરાશ કરે છે. તેઓને પણ કેરોસીનને બદલે પેટ્રોલની ખરીદી પર સમાન ધોરણે સહાય ચુકવવા માટે યોજનામાં સુધારો કરવામાં આવેલ છે. પેટ્રોલ વાપરનાર પીલાણા માટે પણ સહાય નાની બોટ ધારકોને કેરોસીન ખરીદી પર સહાય આપવાની યોજના હેઠળ હાલમાં અંદાજીત 4949 કેરોસીન કાર્ડ ધારક માછીમારોને પ્રતિ લિટર કેરોસીનમાં સહાય આપવામાં આવે છે. કેરોસીનના વિકલ્પ તરીકે પેટ્રોલ વાપરતા બોટ માલિકોને આજ ધોરણે સહાય ચુકવવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ દરખાસ્ત કરેલી હતી. કેરોસીનના વિકલ્પ તરીકે પેટ્રોલ વાપરતા બોટ માલિકોને આજ ધોરણે સહાય ચુકવવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની દરખાસ્તને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. (OBM Boat Owner Fishermen Assistance)
યોજના જાહેર કરવા બદલ સરકારનો આભારહાલમાં નાની બોટ ધારકોને માછીમારી કરવામાં ખુબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. વધી રહેલી મોંઘવારી અનેકેરોસીન - પેટ્રોલના રાષ્ટ્રીય લેવલે ભાવોવધી ગયા હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને સહાયની ખૂબ જરૂરિયાત ઉભી થઈ હતી. માછીમારોના હિતમાં ઉમદા યોજના જાહેર કરતા ગુજરાત પ્રદેશ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્ર જુંગીએ ETV Bharatને જણાવ્યુ હતું કે, સ૨કા૨માં આ રજુઆત અનુસંધાને ભલામણ કરી હતી. જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગપ્રધાન જીતુ ચૌધરી, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરીયાનો આ સહાય યોજના જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. (Porbandar Fishermen Govt Announcement)