ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં RPFના 36 માં સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે રકતદાન કેમ્પ યોજાયો - railwaypolice

પોરબંદરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના 36માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રકતદાન કેમ્પ યોજાયો હતો.

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર

By

Published : Sep 23, 2020, 12:57 PM IST

પોરબંદર :રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના 36માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સના 36માં સ્થાપના દિવસને 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવી રહ્યો છે.

પોરબંદરમાં RPFના 36 માં સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે રકતદાન કેમ્પ યોજાયો

જેના ઉપલક્ષ્યમાં તારીખ 22 સપ્ટેમ્બરના રોજ RPF જવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં RPFનાં જવાનો અને સ્વયંસેવકો દ્વારા ભાવનગરથી 28 યુનિટ અને પોરબંદરથી 22 યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરીબોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details