આ કાર્યક્રમના દિપ પ્રાગટ્ય પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ નવી બંદર, ખારવા સમાજ પ્રમુખ કાંતિભાઈ કાણકિયા તથા પોરબંદર જિલ્લા સંચાલક વિનોદભાઈ કોટીયા સહિત RSSના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો - રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
પોરબંદર: વિજયાદશમીનો દિવસ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિન છે. જેની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરમા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે શસ્ત્ર પૂજન તથા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં RSSના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.
Porbandar
વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિનની ઉજવણી નાગપુર ખાતે પણ કરવામાં આવી હતી અને તેની સાથે ભારતમાં તમામ સ્થળોએ આ વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.