પોરબંદરઃ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમા શિક્ષકોએ રક્તદાન કરી 57 યૂનિટ બ્લડ એકત્ર કરીને અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી.
પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - પોરબંદર ન્યૂઝ
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમા શિક્ષકોએ રક્તદાન કરી 57 યૂનિટ બ્લડ એકત્ર કરીને અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી.
હાલ વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે કોરોનાના દર્દીઓ તેમજ અન્ય દર્દીઓને રક્તની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે જરૂરિયાતમંદોને સરળતાથી વિનામૂલ્યે રક્ત મળી શકે તે માટે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ બ્લડ બેંક વિભાગ અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ યોજીને બ્લડ યુનિટ એકઠું કરે છે. ત્યારે આજે ભાવસિંહજી હાઇસ્કુલ ખાતે યોજાયેલ કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી સહિત પોરબંદર જિલ્લાના શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. હોસ્પિટલમાં રક્તની ખેંચને પહોંચી વળવા પોતાનુ યોગદાન પુરૂ પાડી અન્ય લોકોને રક્તદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી.