- સી.આર.પાટીલનું પોરબંદરમાં ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ
- કીર્તિમંદિરની મુલાકાત કરશે પાટીલ
- યુવા ભાજપ દ્વારા ડીજે સાથે વિશાળ બાઇક રેલી યોજાઈ
- 3000 મહિલાઓ ભાજપમાં જોડાઇ
પોરબંદર: પોરબંદરમાં ભાજપ અધ્યક્ષ પાટીલ ગઇકાલે શનિવારના રોજ જૂનાગઢથી સાંજે પોરબંદર આવ્યા હતા, જ્યાં રિવરફ્રન્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ યુવા ભાજપ દ્વારા ડીજે સાથે વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી.
મહિલાઓ પાસે સમાજમાં કુરિવાજો દૂર કરવાની તાકાત છે: પાટીલ
મહિલા સંમેલનમાં મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ પાસે સમાજમાં કુરિવાજો દૂર કરવાની તાકાત છે. લોકોએ સૂકન્યા સમૃદ્ધિ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. અને દીકરીઓના ભાવી માટે અને તેનો જન્મ લેવા દેવા અને ગર્ભ પરીક્ષણ ન કરાવવું અને આ સમાજમાં દીકરીઓની સંખ્યા વધારવામાં આવે. જેને ઘરે દીકરી નથી તેઓએ ગત જન્મમાં પાપ કર્યું હશે, જેના ઘરે દિકરી છે તે ભાગ્યશાળી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક દીકરીઓને અને લોકોને મળવો જોઈએ. મહિલા સંમેલન પૂર્ણ થયા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં નવા મુખ્ય પ્રધાને જણાવ્યું છે કે, ગુજરાતમાં ગુંડાગીરી નહિ ચલાવી લેવાય.