ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ પાર્ટીના નવા નિયમનું ચુસ્ત પાલન કરાવવા અંગે પોરબંદર જિલ્લા ભાજપમાં ચર્ચાનો દોર શરૂ - BJP State President CR Patil

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં 60 વર્ષથી ઉપરના નેતાઓને ભાજપમાં ટિકિટ નહીં આપવામાં આવે તેવું ફરમાન કરવામાં આવ્યું છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપમાં પણ ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે અને આ નિયમોનું કડક પાલન કરવામાં આવશે તેમ જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યું હતું.

પાર્ટીના નવા નિયમનું ચુસ્ત પાલન કરાવવા અંગે પોરબંદર જિલ્લા ભાજપમાં ચર્ચાનો દોર શરૂ
પાર્ટીના નવા નિયમનું ચુસ્ત પાલન કરાવવા અંગે પોરબંદર જિલ્લા ભાજપમાં ચર્ચાનો દોર શરૂ

By

Published : Feb 4, 2021, 7:46 PM IST

  • ભાજપ પક્ષના નવા નિયમનું પોરબંદરમાં કડક પાલન કરવામાં આવશે
  • 60 વર્ષથી ઉપરના નેતાઓને ભાજપમાં ટિકિટ નહીં આપવામાં આવે તેવું ફરમાન કરવામાં આવ્યું છે
  • આ નિર્ણયને લઈ યુવાઓને વધું તક મળશે

પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જેમાં 60 વર્ષથી ઉપરના નેતાઓને ભાજપમાં ટિકિટ નહીં આપવામાં આવે તેવું ફરમાન કરવામાં આવ્યું છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના નિર્ણય મુજબ ભાજપ પક્ષમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ આપવાની નથી. આ ઉપરાંત નેતાઓના સગા વ્હાલાઓને ટિકિટ આપવાની નથી. તેમજ ત્રણ ટર્મ સુધી ચૂંટણીમાં ઊભા રહેલા હોય તેઓને પણ ટિકિટ મળશે નહીં. પાર્ટીના આ નિયમનું પોરબંદર જિલ્લામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી

યુવાનો ઉત્સાહથી કામ કરે તે હેતુસર પાર્ટી દ્વારા લેવાયો આ નિર્ણય

પોરબંદર જિલ્લા ભાજપના મીડિયા પ્રવક્તા વિજય ખાનગીએ જણાવ્યું હતું કે, નવી ગાઇડલાઇન મુજબ યુવાનોને તક મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનો ઉત્સાહથી કામ કરે તે હેતુસર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિર્ણય લેવાયો છે.

પોરબંદર જિલ્લા ભાજપમાં ચર્ચાનો દોર શરૂ

કેટલાય એવા પદ છે જેમાં અનુભવ જરૂરી

આ ઉપરાંત શું આ નિયમ અન્ય ચૂંટણીમાં પણ લાગુ પડશે તે પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું કે, 80 થી 90 વર્ષની ઉંમરે માણસ થાકી જતો હોય છે, પરંતુ ઘણા એવા પદ છે જેમાં અનુભવ જરૂરી છે. ભવિષ્યમાં આવો કોઈપણ નિર્ણય લેવાય તો તે પક્ષના હિતમાં હશે.

ભાજપ પક્ષના નવા નિયમનું પોરબંદરમાં કડક પાલન કરવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details