પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે ભર્યુ ઉમેદવારી ફોર્મ - bjp
પોરબંદર: લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાથી ગોંડલથી પોરબંદર સુધીના રોડ શો બાદ પોરબંદરના સુદામા ચોક ખાતે જન સભા યોજાઈ હતી. સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જેન્તીભાઈ ઢોલ, જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
આ સભામાં ગોંડલના જયરાજ સિંહેજણાવ્યું હતું કેરાહુલ સોનિયાના કાખમાં બેસી ટંકોરી વગાડી શકે જ્યારે પાકિસ્તાનમાં હુમલો કરી મોદી એ ભારતમાંડંકો વગાડ્યો છે, વધુવિશેષમાં બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે અન્ય દેશોને પણ ભારતની જરૂર પડી રહી છે. આથી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન થઇ રહ્યું છે. જે વડાપ્રધાનની વિદેશ નીતિને આભારી છે.