ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે પોરબંદર ભાજપ દ્વારા સેવાકીય સપ્તાહની ઉજવણી શરૂ - સેવાકીય સપ્તાહ

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવાકીય સપ્તાહ ( 14 થી 20 સપ્ટેમ્બર ) રૂપે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ 70 જેટલા સેવાકીય કાર્યક્રમો યોજાશે. જે અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલા પ્રાગજી બાપા આશ્રમ ખાતે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે પરમહંસોને ફળ વિતરણ કરીને સેવા સપ્તાહનો શુભારંભ કર્યો હતો.

સેવાકીય સપ્તાહ
સેવાકીય સપ્તાહ

By

Published : Sep 15, 2020, 8:34 AM IST


પોરબંદર: ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવાકીય સપ્તાહ ( 14 થી 20 સપ્ટેમ્બર ) રૂપે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ 70 જેટલા સેવાકીય કાર્યક્રમો યોજાશે. જે અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલા પ્રાગજી બાપા આશ્રમ ખાતે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે પરમહંસોને ફળ વિતરણ કરીને સેવા સપ્તાહનો શુભારંભ કર્યો હતો.

સેવાકીય સપ્તાહ
આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, કિરીટભાઇ મોઢવાડિયા, ખીમજીભાઈ મોતીવરસ, શૈલેષભાઈ જોષી, તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઈ ઓડેદરા, સંજયભાઈ લોઢારી, જયેશભાઇ કારાવદરા, મિતેશભાઈ પોસ્તરીયા તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ મોહનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય બાબુભાઈએ પ્રાગજીબાપા આશ્રમની વ્યવસ્થા નિહાળી હતી અને સૂદર કાર્ય માટે આશ્રમના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમા કાયમી સાથ સહકારની ખાત્રી આપી હતી.
સેવાકીય સપ્તાહ

ABOUT THE AUTHOR

...view details