અંધજનોના ઉદ્ધારક લૂઇ બ્રેઇલે 6 ટપકાંની બ્રેઇલ લિપીની શોધ કરી અંધકારમય જિંદગી જીવી રહેલા લાખો પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં જ્ઞાન રૂપી જ્યોત પ્રજ્વલિત કરી તેમને સમાજમાં માન-સન્માન સાથે જીવતા કર્યા છે. આજે અંધજનો બ્રેઇલ લિપીના માધ્યમથી શિક્ષણ મેળવી કલેક્ટર સુધીના ઉચ્ચ સ્થાન પર પોતાની સેવાઓ આપી રહ્યા છે. આમ પ્રજ્ઞાચક્ષુઓ આજે પ્રજ્ઞાવાન બની સમાજને નવો રસ્તો બતાવી રહ્યા છે.
પોરબંદરમાં બ્રેઇલ લિપીના શોધક લૂઇ બ્રેઇલની જન્મજયંતીની કરાઈ ઉજવણી - પોરબંદરના તાજા સમાચાર
પોરબંદર: શહેરમાં આવેલા ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ ખાતે શનિવારે અંધજનો માટે દેવદુત સમાન બ્રેઇલ લિપીના શોધક લૂઇ બ્રેઇલની 211મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરમાં બ્રેઇલ લિપીના શોધક લુઇ બ્રેઇલની જન્મજયંતિની ઉજવણી કરાઈ
સમગ્ર વિશ્વ 4 જાન્યુઆરીના રોજ લૂઇ બ્રેઇલની જન્મજયંતીની ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. આ પ્રસંગે પોરબંદરના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી લૂઇ બ્રેઇલની જયંતી ઉજવવામાં આવી હતી.
Last Updated : Jan 4, 2020, 5:48 PM IST