પોરબંદર: પોરબંદરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત (Bird Conservation Society Gujarat) દ્વારા બે દિવસીય પક્ષીની વસ્તી ગણતરીનો (Bird Population Census in Porbandar) કાર્યક્રમ 12 અને 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાયો હતો. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પક્ષીવિદો આવ્યા હતા અને તેઓએ 15 ટીમ બનાવી હતી. પોરબંદરના છાયા, મોકરસાગર, મેંઢાક્રીક બરડા સાગર, કુછડી જાવર, મોકરસાગર, અમીપુર, વેટલેન્ડ માં પક્ષી ગણતરી (Bird Population Census in Porbandar) કરી હતી.
પક્ષી ગણતરીમાં કુલ 3,26,046 પક્ષીઓ નોંધાયા
આ પક્ષી ગણતરીમાં (Bird Population Census in Porbandar) કુલ 3,26,046 પક્ષીઓ નોંધાયા છે. જેમાં છાયા 6696, મોકરસાગર 87717, મેંઢાક્રીક 91365 બરડા સાગર 49405, કુછડી જાવર78698, મોકરસાગર 87717, અમીપુર 12165 પક્ષીઓ નોંધાયા છે.
આ પણ વાંચો:વડોદરા વઢવાણા તળાવ ખાતે વનવિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી
પહેલી વખત ટેલિસ્કોપમાં કરાઈ પક્ષી ગણતરી
બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય અને નિવૃત મુખ્ય વન સરંક્ષક ઉદયભાઈ વોરાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં યોજાયેલ પક્ષી ગણતરીમાં પ્રથમ વાર 13 ટેલિસ્કોપનો ઉપયોગ કરાયો છે. પક્ષીવિદોની 15 ટીમ (એક ટીમ માં 4 લોકો) વિવિધ વેટલેન્ડમાં જઈ પક્ષીઓની ગણતરી (Bird Population Census in Porbandar) કરી ઈ બર્ડ વેબસાઈટમાં એશિયન વોટર સોલમાં એન્ટ્રી કરી હતી. 1992થી પક્ષીઓની ગણતરી કરી રહ્યો છું, પરંતુ એકી સાથે 13 ટેલિસ્કોપમાં પક્ષી ગણતરી (Bird Population Census in Porbandar) પ્રથમ વાર થઈ છે.
આ પણ વાંચો:ચરોતરના કનેવાલ અને પરિએજ તળાવોમાં એક વર્ષમાં સારસની સંખ્યામાં વધારો, સારસ પક્ષી માટે ચરોતર શ્રેષ્ઠ
કુંજ અને ફેલેમીંગોની સંખ્યા ઓછી નોંધાઈ
શિયાળાની ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં કુંજ પક્ષી અને ફ્લેમિંગોની સંખ્યામાં એકા એક ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કોઈ ચોક્કસ કારણ કહેવું મુશ્કેલ છે, પરંતુ રવિ પાકમાં મગફળીનું વાવેતર ઓછું હોવાના લીધે આ બન્યું હોવાનું અનુમાન કરી શકાય. કુંજ પક્ષી મોટા ભાગે મગફળી પર આધારિત હોય છે. ઉપરાંત પ્રથમ વાર કાળી ડોક વાળા ઢોંક (બ્લેક નેક સ્ટોર્ક ) નોંધાયા હતા. આ ઉપરાંત વિવિધ 119 જાતિના પક્ષીઓ નોંધાયા હતા .આ પરથી કહી શકાય કે પોરબંદર પક્ષીઓ માટે ખુબજ અનુકૂલન ધરાવે છે.