ચોમાસામાં વરસાદ પડવાનો શરૂ થયો તો વરસાદે એટલી હદે માઝા મૂકી કે ખેડૂતોના પાકનું સંપૂર્ણ પણે ધોવાણ થયું અને જમીનનું પણ ધોવાણ થયું હતું. જેના પગલે હાલમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. પોરબંદરના ઘેડ પંથકના નવાગામ, એરડા, દેરોદર, મિત્રાળા, કેશોદ, લુશાળા, ચિકાસા સહિતના ૨૨ જેટલા ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને નુકસાન - porbander letest news
પોરબંદરઃ પંથકમાં છેલ્લા બે વર્ષથી વરસાદ નહીવત પ્રમાણમાં આવતો હતો. જેના કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા અને પાક ઉગાડી શકતા ન હતાં. પરંતુ, આ વર્ષે વરસાદને લઇને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને મોટું નુકસાન
આ અંગે ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને પણ રજૂઆતો કરી હતી. તેઓએ કૃષિ પ્રધાન સહિત મુખ્યપ્રધાનને પણ 1 મહિના પહેલા રજૂઆત કરી હતી.