ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhi Jayanti 2023: CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી - 155th birth anniversary

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી હતી. મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભામાં સહભાગી થતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીજીને પ્રિય એવું સ્વચ્છતાનું કાર્ય દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશા દર્શનમાં થયું છે

ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી
ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 12:26 PM IST

Updated : Oct 2, 2023, 12:42 PM IST

ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

પોરબંદર:મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીજીની 155 ની જન્મ જયંતિએ પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી. કુંવરજીભાઈ બાવળીયા, સંસદ સભ્ય ધારાસભ્ય સહિતના મહાનુભાવો મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર કિર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યા: ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 7 દાયકામાં સ્વચ્છતા માટે મહત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં- ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનનું ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે. સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી -સામાજિક દાયિત્વ છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ કાર્ય આગળ ધપાવવાનું છે અને કાયમી મંત્ર બનાવવાનો છે.

ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

પ્રાર્થના સંગીતની પ્રસ્તુતિ: કીર્તિ મંદિરમાં નીરવ જોશી અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી અને ભાવમય પ્રાર્થના સંગીતની પ્રસ્તુતિ કરી હતી. કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળની પણ મુલાકાત લઇ વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. પૂજ્ય બાપુના વિચારો અને સિધ્ધાંતો ભલે તે સમયના હોય પણ આજે પણ તે એટલા જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે.

ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતીએ પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી

ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ:પ્રાર્થના સભામાં ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં રાજ્યસભા સાંસદ રામ ભાઇ મોકરીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, કલેકટર કે. ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, રેન્જ આઇજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, પોરબંદર-છાયા , પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી રમેશભાઈ ઓડેદરા, પ્રશાંત કોરાટ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  1. Gandhi Jayanti 2023: મહાત્મા ગાંધીને કાશી માટે કેમ વિશેષ પ્રેમ હતો? જાણો
  2. Gandhi Jayanti 2023: PM મોદીએ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- ગાંધીજીનો પ્રભાવ વૈશ્વિક છે
Last Updated : Oct 2, 2023, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details