ગુજરાત

gujarat

ETV Bharat / state

નારાજ કાંધલ જાડેજાએ NCPને કહ્યું અલવિદા - aap

ગુજરાતની વિધાનસભા ચૂંટણી(Gujarat assembly elections 2022) નજીકમાં આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ટિકિટની વહેંચણીને લઈને ક્યારેક અવિશ્વાસ સર્જાતો હોય છે. ત્યારે NCPના(Nationalist Congress Party) ધારાસભ્ય કાંધલ જાડેજાએ(MLA Kandhal Jadeja) રાજીનામું આપી દીધું છે.

NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં પાર્ટીથી નારાજ હતા
NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં પાર્ટીથી નારાજ હતા

By

Published : Nov 14, 2022, 12:09 PM IST

પોરબંદર: ગુજરાતની રાજનીતિમાં(Gujarat assembly elections) નવા સમીકરણો બની રહ્યા છે. રાજકીયપક્ષો દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ટિકિટની વહેંચણીને લઈને ક્યારેક અવિશ્વાસ સર્જાતો હોય છે. ત્યારે ટિકિટ ન મળતાં નારાજ થયેલા કાંધલ જાડેજાએ(MLA Kandhal Jadeja) NCPને(Nationalist Congress Party) અલવિદા કહી દીધું છે. પક્ષમાંથી 11 જેટલા હોદ્દેદારોએ કાંધલ જાડેજાના સમર્થનમાં NCPમાંથી રાજીનામાં આપ્યા હતા.

ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું

ક્યાંથી લડશે ચૂંટણી:પોરબંદરમાં મોટું માથું ગણાતા કાંધલ જાડેજા સતત બે ટર્મથી રાજકારણમાં સક્રિય છે. ગત ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2022ની ચૂંટણી માટે પણ કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થતાં કુટિયાણાની ટિકિટ કોંગ્રેસમાંથી નાથાભાઇ ઓડેદરાને આપવામાં આવી હતી. NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં પાર્ટીથી નારાજ હતા. અંતે NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. સામે આવેલી માહિતી મુજબ કાંધલ જાડેજા BTP અથવા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે.

કોણ છે કાંધલ જાડેજા?: કાંધલ જાડેજાના સૌરાષ્ટ્રના દબંગ નેતા માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કાંધલ જાડેજાના માતા-પિતા ખૂબ મોટી નામના ધરાવે છે. કાંધલ જાડેજા રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર અગાઉ પણ તેમની માતા અને કાકા ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCPમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી હાર આપી હતી.

ABOUT THE AUTHOR

...view details