ગુજરાત

gujarat

ETV Bharat / state

માધવપુરમાં બીચ ફેસ્ટિવલનો પ્રવાસન પ્રધાનના હસ્તે પ્રારંભ કરાયો

પોરબંદર : માધવપુરના રમણીય સાગર તટે 21 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ બીચ ફેસ્ટિવલનો શુભારંભ પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને પોરબંદરના જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરી તથા જિલ્લા કલેકટર ડી એન મોદી પ્રાંત અધિકારી કે.વી બાટી સહિત માધવપુરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

By

Published : Oct 22, 2019, 9:45 AM IST

etv bharat porbandar

15 દિવસીય ચાલનારા આ બીચ ફેસ્ટિવલમાં પ્રવાસન નિગમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ હરિફાઈમાં મેંદી, નૃત્ય, ચિત્રકલા રેકર્ડ તથા બાળ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવસ દરમિયાન beach volleyball, rope climbing ટાયર ક્લાઇમ્બીંગ , ટગ ઓફ વોર કમાન્ડોનેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, ઊંટ સવારી ,ઘોડે સવારીનું પણ આયોજન કરાયું છે.

માધવપુર ઘેડમાં બીચ ફેસ્ટિવલનો પ્રારંભ

4 નવેમ્બર સુધી યોજાનાર બીચ ફેસ્ટિવલમાં વિશેષ આકર્ષણ સ્ટોલ તથા ફૂડકોર્ટ ફોટો કોર્નર તેમ જ સ્થાનિક કલાકારો દ્વારા દરરોજ સાંજે છ થી સાડા સાત કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. પ્રવાસન તેમજ સ્થાનિકોને રોજગારી અને પ્રોત્સાહન આપવા યોજાનાર આ બીચ ફેસ્ટિવલનો લાવો માણવા પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી માધવપુર બીચમાં અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

માધવપુરમાં યોજાયેલ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કાર્યક્રમમાં માધવપુરના ઇતિહાસને વર્ણવતી ઝાંખી પ્રદર્શીત કરવામાં આવી હતી. અને માધવરાય અને રુકમણીના વિવાહનો પ્રસંગ પણ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાતીગળ સંસ્કૃતિને રજૂ કરતા ટીપ્પણી રાસ સહિત ગુજરાતના ગરબા અને ગરબી ગુજરાતની પરંપરાના રાસની ઝાંખી સમગ્ર સૌરાષ્ટ્રના કલાકારોએ સ્ટેજ પરફોર્મ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવનાર પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાને ETV ભારત દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, વર્ષોથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ પ્રવાસીઓ માટે માધવપુર બીચમાં શૌચાલય જ બીચ પર નથી. આ અંગે જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આ સુવિધા ધ્યાને લઇ વહેલી તકે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગોકળગાય ગતિએ ચાલતા હાઇવે અને રસ્તાનું કામ પણ વહેલી તકે પૂર્ણ થાય તેઓ સરકાર પ્રયત્ન કરશે એમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details