ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના મોઢવાડામાં કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો - ક્રાઇમના સમાચાર

પોરબંદરના મોઢવાડા ગામના રહેવાસી રામ ભીમા મોઢવાડિયા પોતાની બાઇક પર બગવદર જતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન રામ ભીમા મોઢવાડિયાના ભત્રીજા ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા અને રામ ભીમાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આરોપી રમેશ વણઘા દ્વારા તેમના ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ કાકા-ભત્રીજાને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સમગ્ર મામલાની વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.

કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો
કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો

By

Published : Aug 30, 2020, 2:18 PM IST

પોરબંદર: જિલ્લાના મોઢવાડા ગામે રવિવારે સવારે 10:00 કલાકે મોઢવાડા ગામના રહેવાસી રામ ભીમા મોઢવાડિયા પોતાની બાઇક લઇને મોઢવાડા ગામથી બગવદર જવા ઘરેથી નીકળ્યા હતા, તે દરમિયાન કેસુ લીલાની વાડી રોડ ઉપર પહોંચતા અચાનક પાછળથી એક સફેદ બોલેરો કાર આવી હતી અને પાછળથી બાઇકને ટક્કર મારી હતી જેથી બાઇક પછાડી ગઇ હતી.

કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો

બાદમાં કારમાંથી રમેશ વણઘા મોઢવાડિયા પોતાના હાથમાં ગેડીયો લઈને ઉતરેલા હતા, તેમની સાથે બીજો એક ખેત મજુર પણ હતો. આ બન્નેએ જુના મનદુઃખના કારણે આડેધડને માર માર્યો હતો. આ ઘટના દરમિયાન ત્યાંથી રામ ભીમા મોઢવાડિયાના ભત્રીજાઓ રામદેવ દેવસી મોઢવાડિયા અને મોહન દેવસી મોઢવાડિયા ત્યાંથી પસાર થતા હતા અને તેમણે વચ્ચે પડીને રામ ભીમા મોઢવાડિયાનો બચાવ કર્યો હતો.

જો કે, આ દરમિયાન તેમના ઉપર પણ રમેશ વણઘા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મોઢવાડા ગામના રામદેવ દેવસી મોઢવાડિયા અને રામ ભીમા મોઢવાડિયા બંને કાકા-ભત્રીજાને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રામ ભીમા મોઢવાડિયાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. સમગ્ર બાબત અંગે બગવદર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details