પોરબંદરમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ નંબર 106ના દર્દીને મળવા આવેલા પરિવારજનોને તબીબોએ ના પાડી હતી. માત્ર એક જ વ્યક્તિ આઈસીયુમાં રહી શકે તેવું જણાવ્યું હતું.
ICU માં દર્દીને મળવાની ના પાડતા પરિવારજનોનો તબીબ પર હુમલો
પોરબંદર:જિલ્લામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીને મળવા ન દેતા પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો. તબીબે હુમલો કરનાર શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ હુમલાના પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા પોરબંદરના એસ.પી પાર્થરાજસિંહ ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.
ICU માં દર્દીને મળવાની ના પાડતા પરિવારજનોએ હોસ્પિટલના તબીબ પર કર્યો હુમલો
પરંતુ આ બાબતે તબીબ જીતેન વાઢેર સાથે દર્દીના સગા હિરેનભાઈ દિનેશભાઈ શેરાજી એ બોલાચાલી કરી અને પ્લાસ્ટિકની બોટલ ફેંકી તથા નિલેશ પાંજરી નામના શખ્સ તથા તેની સાથે બે અજાણ્યા શખ્સોએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી.
તબીબને ડાબા કાન પાસે ઇજા પહોંચી હતી. તેમ ગ્લોબલ હોસ્પિટલના જીતેનભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું હતું. આ બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તમામ તબીબો એકત્રિત થઈને એસપી કચેરીએ એસ.પી પાત્ર સી ગોહિલને રજૂઆત કરી હતી અને કડકમાં કડક પગલા લેવા અપીલ કરી હતી.