- મહિલાઓને કોરોના સમયમાં ફિલ્ડ વર્કનાં રૂપિયા હજુ નથી મળ્યા
- જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર કરી DDO સમક્ષ રજૂઆત કરી
- DDO એ જણાવ્યું કે, 2 દિવસમાં નિરાકરણ આવી જશે
પોરબંદર : આશાવર્કર મહિલાઓ એ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રહેતી આશાવર્કરો(Asha workers) એ દૂર દૂર સુધી એકલાં ફિલ્ડ વર્ક માં જવું પડે છે જ્યાં તેમની સેફટી પણ હોતી નથી. ઉપરાંત અનેક વાર ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં પણ કાઈ કામ ન હોય તો પણ બોલાવવામાં આવે છે જેનું વળતર પણ આપવામા આપવામાં આવતું નથી(Compensation is also not given) જેથી આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer)ને રજુઆત કરી હતી.
પોરબંદરમાં આશાવર્કરોને વળતર ન ચૂકવાતાં DDO સમક્ષ રજૂઆત કરી DDO ને પ્રશ્નનું નિરાંકરણ લાવવા રજૂઆત કરાઇ
આશાવર્કરો એ આ બાબતે અગાઉ પણ અરોગ્ય વિભાગમાં રજુઆત કરેલ છે પરંતુ કોઈ જવાબ ન મળતા કોંગ્રેસને સાથે રાખી જિલ્લા વિકાસ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. તેમજ વહેલી તકે વળતર ચૂકવવાં યુથ કોંગ્રેસનાં પ્રમુખ ધર્મેશ પરમાર અને કોંગ્રેસનાં આગેવાન રામદેવ મોઢવાડીયા એ પણ DDO વી. કે. અડવાણી(DDO V.k.Advani)ને આ પ્રશ્નનું નિરાંકરણ લાવવા રજૂઆત કરી છે. તેમજ DDO એ જણાવ્યું હતું કે 2 દિવસમાં નિરાકરણ આવી જશે.
આ પણ વાંચો : દિવાળી પહેલા અમદાવાદને વધુ એક ભેટ, અમિત શાહે ગોતાથી સોલા સુધીના એલિવેટેડ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન
આ પણ વાંચો : વરણું ગામનાં મંદિરમાં કોઈ પ્રવેશબંધી નથી: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ અને દલિત સમાજનો ખુલાસો