ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીજીની જન્મજયંતિ નિમિતે પોરબંદર ખાતે નશાબંધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો - Addiction program

ગાંધી જન્મજયંતિ નિમિતે પોરબંદર ખાતે 2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી નિયામક નશાબંધી અને આબકારી ખાતા ગુજરાત રાજ્ય દ્વારા નશાબંધી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહ્યી છે.

ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે  પોરબંદર ખાતે નશાબંધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે પોરબંદર ખાતે નશાબંધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 6, 2020, 9:47 AM IST

પોરબંદરઃ જિલ્લામાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે 2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી નિયામક નશાબંધી અને આબકારી ખાતા ગુજરાત રાજ્ય દ્વારા લોકોમાં જાગૃતિ અર્થે નશાબંધીનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત પોરબંદર નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા કોવિડ-19 વાઇરસની સરકારી ગાઇડ લાઇન્સ ધ્યાનમાં રાખીને કાર્યક્રમની ઉજવણી કરવામા આવી રહી છે.

ગાંધીજીની જન્મજયંતિ નિમિતે પોરબંદર ખાતે નશાબંધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
જે અંતર્ગત પોરબંદરનાં ભોજેશ્વર મહાદેવ મંદિર સામે શારદા નંદા હોલ ખાતે નશાબંધી તથા વ્યસન મુક્તિ વકૃત્વ સ્પર્ધા અને માસ્ક વિતરણ કાર્યક્રમ તેમજ ભારત વ્યસન મુક્ત સમાજના સહયોગથી વ્યસન છોડાવવા માટે દવા વિતરણ કેમ્પ યજાયો હતો.
ગાંધીજીની જન્મજયંતિ નિમિતે પોરબંદર ખાતે નશાબંધી સપ્તાહનો કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details