ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને અર્જુન મોઢવાડીયા દ્વારા કીટ વિતરણ કરાયું - corona

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં જરૂરીયાતમંદ લોકોને અર્જુન મોઢવાડીયા દ્વારા કીટ વિતરણ કરાયું હતું.

અર્જુન મોઢવાડીયા દ્વારા કીટ વિતરણ
અર્જુન મોઢવાડીયા દ્વારા કીટ વિતરણ

By

Published : Apr 5, 2020, 8:04 PM IST

પોરબંદર : વિશ્વભરમાં કોરોના રોગે કહેર વર્તાવ્યો છે, ત્યારે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. લોકો ઘરની બહાર ન જઈ શકતા હોવાથી સામાન્ય અને જરૂરિયાત મંદ લોકોને ખાસ એક ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી .ત્યારે અનેક લોકો સેવા માટે આગળ આવી રહ્યા છે.

આ પરિસ્થિતીમાં પોરબંદરના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા પણ આગળ આવ્યા છે. તેમણે પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને જરૂરિયાત મંદ લોકોને અનાજ, ડુંગળી ,બટેટા, ચા અને મસાલાની કીટનું વિતરણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details