ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં RTO ટેક્સથી બચવા બોગસ નંબર પ્લેટ લગાવી ફરતા ટ્રક ચાલકની ધરપકડ

પોરબંદરઃ રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે રાષ્ટ્રની સુરક્ષા માટે પોરબંદર જિલ્લામાં સઘન વાહન ચેકીંગ કરવા માટે પોરબંદરના પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મળેલ સુચનાના આધારે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભરત પટેલના માર્ગદર્શન મુજબ પોરબંદર પોલીસ રાણાવાવના ખાખરીયા ચોકમાં વાહન ચેકીંગમાં હતી, તે દરમિયાન પોલીસે ટ્રક ચાલકની રોકતા તેની પાસે બનાવેલા ડોક્યુમેન્ટ હોય જેથી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખોટી નંમ્બર પ્લેટ લગાવી RTO ટેક્સ ચોરી કરતા ટ્રક ચાલકની ધરપકડ

By

Published : Nov 1, 2019, 3:58 PM IST

નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ચેકીંગમાં હોય તે દરમિયાન રેલવે સ્ટેશન તરફથી ટ્રક નંબર GJ 03 W 7848 નિકળતા તેને ઉભો રાખી ડ્રાઇવરની પુછપરછ હાથ ધરતા ટ્રક પોતાની જ માલીકીનો હોવાનું જણાવતા તેના પાસે ટ્રકના કાગળોની ઝેરોક્ષ નકલ રજુ કરતા જેમાં ટ્રક ટાટા કંપનીનો દર્શાવેલ હતો.

આ સમગ્ર તપાસ બાદ વધુ પુછપરછ હાથ ધરતા ટ્રકનો સાચો નંબર GJ 25 T 5282 હોવાનું તથા RTO ટેક્ષ ચોરી કરવા માટે હાલ લગાવેલ નંબર પ્લેટ GJ 03 W 7848ની અન્ય ટ્રકની ખોટી નંબર પ્લેટ હોવાનુ તથા તેના કાગળો પણ ઝેરોક્ષ કરીને સાથે રાખી બતાવતો હોવાનું જણાવતા ટ્રક માલિકને છેતરપિંડી, ઠગાઇ, બનાવટી દસ્તાવેજનો ગુનો નોંધી અને ટ્રકની કિંમત રુપિયા 5 લાખ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details