પોરબંદર : લોકડાઉન દરમિયાન કોરોનાની દવા પોતે શોધી લીધેલી છે તેવો વીડિયો વાઇરલ કરી ખોટી અફવા ફેલાવનારની મિયાણી મરીન પોલીસે પકડી પાડ્યો છે.
કોરોનાની દવા શોધી લીધેલી છે તેવો વીડિયો વાઇરલ કરી અફવા ફેલાવનારની ધરપકડ - CORONA
લોકડાઉન દરમિયાન કોરોનાની દવા શોધી લીધેલી હોય તેવો વીડિયો વાઇરલ કરી ખોટી અફવા ફેલાવનારની મિયાણી પોલીસે પકડી પાડ્યો છે.
વીડિયો વાઇરલ કરી અફવા ફેલાવનારની ધરપકડ
મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન દૈનિક ન્યુઝ પેપરમાં આવેલા સમાચારને આધીન પોલીસે તપાસ હાથ ધરતા વિસાવડાના યુવાનનો વીડિયો વાઇરલ થતા વોટ્સએપ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવાને કોરોના વાઇરસની દવા શોધી લીધેલી હોય તેવો વીડિયો વાઇરલ કર્યો હતો. જે વાઇરલ વીડિયોના આધારે જાહેરનામાના ભંગ અંગેનો ગુનો નોંધી યુવાન વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.