ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારાવાડાના પારુ સીમમાં દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ - swift car

પોરબંદરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ભારવાડાના પારુ સીમમાંથી એક સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી. જોકે, પોલીસને આ કાર પર શંકા જતા કારની તપાસ કરી હતી તો પોલીસને જે વાતની શંકા હતી તે જ થયું. કારણ કે, કારમાં બેઠેલા શખ્સ પાસેથી દેશી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભારાવાડાના પારુ સીમમાં દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
ભારાવાડાના પારુ સીમમાં દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

By

Published : Mar 6, 2021, 1:48 PM IST

  • પોરબંદર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીની કરી ધરપકડ
    પોલીસને શંકા જતા પોલીસે સ્વિફ્ટ કારને ઊભી રાખી હતી
  • પોલીસે આરોપી પાસેથી રૂ. 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • આરોપી પાસેથી આધાર-પૂરાવા વગરનો દેશી બનાવટનો તમંચો મળ્યો
  • અગ્નિશસ્ત્ર તથા બારબોરના જીવતા કારતૂસના 5 નંગ મળી આવ્યા

પોરબંદરઃ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર પર શંકા જતા પોલીસે તે કારની તપાસ કરી હતી. કારમાંથી દેશી તમંચો અને કારતૂસ મળી આવતા પોલીસે કારચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગ્નિશસ્ત્ર તથા બારબોરના જીવતા કારતૂસના 5 નંગ મળી આવ્યા

આ પણ વાંચોઃરાજકોટમાં લગ્નના ત્રણ મહિનામાં જ પરિણીતાએ કરી આત્મહત્યા

બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધાયો

પોરબંદરમાં ગેરકાયદેસર હથિયારો તથા અન્ય ગેરકાયદેસર દારૂની હેરાફેરી રાત્રિના સમયે વાહનોમાં થતી હોવાની પોલીસને બાતમી મળી હતી. એટલે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ (પોરબંદર ગ્રામ્ય)ના માર્ગદર્શન મુજબ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભારવાડા ગામની પારૂ સીમના રસ્તે શંકાસ્પદ સ્વિફટ કાર નીકળતા તેને રોકાવી ચેક કરતા આરોપી દેવસી મૂળભાઈ ઓડેદરા (રહે. ભારવાડા ગામની, પારૂ સીમ, તા. જિ. પોરબંદર વાળા)ના કબજામાંથી ગેરકાયદેસર આધાર પરવાના વગરનો દેશી બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર તથા બારબોરના 5 નંગ જીવતા કારતૂસ તથા મોબાઈલ ફોન નંગ-1 તથા સ્વિફટ કાર સહિત કુલ રૂ. 1,58,000ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી પાસેથી રૂ. 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચોઃજામનગર નજીક નિર્જન વિસ્તારમાં સજોડે આત્મહત્યા, પ્રેમ પ્રકરણની આશંકા?

આરોપીનો કોવિડ-19 રિપોર્ટ કરાવ્યા પછી અટક કરાશે

આરોપીનો કોવિડ-19 રિપોર્ટ કરાવ્યા પછી તેની અટક કરવામાં આવશે અને આરોપીને અટક કર્યા પછી ગેરકાયદેસર હથિયાર કોની પાસેથી લાવ્યો હતો. તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બગવદર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદે હથિયારનો કેસ શોધી કાઢ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details