પોરબંદરઃ એક તરફ કોરોનાની મહામારી ફેલાઈ છે અને લોકડાઉનના કારણે ખેડૂતોને એરંડા, કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો સાથે કોંગ્રેસ કિસાન પ્રમુખ પાલ આંબલિયા રાજકોટ કલેકટર કચેરી માં PM કેર ફંડમાં ગઈ કાલે એરંડા કપાસ અને ડુંગળી જમા કરવા જતા પોલીસે તેની અટકાયત કરી હતી અને જામીન પર છોડયા હતા. ત્યારબાદ ફરી ફિગર પ્રિન્ટ લેવાના બહાને પોલીસે બોલાવી પાલ આંબલિયાને માર માર્યો હોવાનું અર્જુન મોઢવાડીયાએ પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જણાવ્યું હતુ.
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાને માર મારનારા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો: અર્જૂન મોઢવાડીયા - પોરબંદર ન્યૂઝ
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાને માર મારનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા પોરબંદરના કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કરી માગ
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા
તમામ જિલ્લાઓમાં અનેક પોલીસ અધિકારીઓ છે જે કોરોનાના નામે અનેક નિર્દોષોને માર મારે છે તેના પર પણ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યુ હતુ.