કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીઆએ પોરબંદરની મુલાકાત લીઘી હતી, ત્યારે તેમણે પ્રિ- મોન્સૂનની કામગીરી પ્રત્યેની બેદરકારી જોઈને તંત્રનો ઉધડો લીધો હતો. તેમજ ભાજપ સરકારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી તંત્ર પર ગંભીર આરોપો કર્યા હતા.
પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાયા, અર્જુન મોઢવાડીયાએ તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો - અર્જુન મોઢવાડીઆ
પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. રસ્તાઓની દયનીય સ્થિતી જોવા મળી રહી છે. જેને જોઈ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીઆએ સરકારને આડે હાથ લીધી હતી. તેમજ તંત્રમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતું હોવાના આક્ષેપો કર્યા હતા.
પોરબંદર વરસાદી પાણીમાં ગરકાવ થતાં અર્જુન મોઢવાડીઆએ તંત્ર પર ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં કોંગ્રેસના શાસન સમયે 876 કરોડની ગ્રાન્ટ ભૂર્ગભ ગટર યોજના માટે મિશન સીટી લાવ્યા હતા. પણ ભાજપની અણઆવડત અને તિજોરી ભરવાની નિતીને લઈન ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ હતી. જેના કારણે પોરબંદરના ઉદ્યોગ નગર, રામટેકરી અને એમ.જી રોડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાતાં લોકો પરેશાન થયા હતા.