પોરબંદર: પોરબંદર કોસ્ટ ગાર્ડની અંકિત શિપ દ્વારા ભારતીય જળસીમા પરથી 8 જાન્યુઆરીના 10 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા(10 Pakistanis granted 3 days remand) હતા, પકડાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં(10 Pakistanis granted 3 days remand) કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક સગીર વયનો હોવાથી તેને રાજકોટ ચિલ્ડ્રન હોમ ખાતે લઈ જવાયો હતો, બાકીના 9 પાકિસ્તાની નાગરિકોને પોરબંદર જેલમાં 15 જાન્યુઆરી સુધી રખાશે.
પોરબંદર જળસીમાં પરથી ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓના 3 દિવસના રિમાન્ડ કરાયા મંજુર ઘૂસણખોરો પાસે કોઈ સંદિગ્ધ પદાર્થ છે કે નહીં તે અંગે તપાસ કરાશે
પાકિસ્તાનથી પોરબંદરની સમુદ્ર સીમા નજીક હોવાથી, અહીં ભારત જળ સીમા પર ઘુસણ ખોરી કરતા પકિસ્તાનીઓમાં વધારો થયો છે. અગાઉ પણ ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરી 3 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની માછીમારી કરતી બે બોટ ઘુસી આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડને ધ્યાન પર આવતા કોસ્ટગાર્ડની આરિંજય શિપના જવાનોએ 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા. બે મહિનામાં 3 પાકિસ્તાની બોટ અને 28 પાકિસ્તાનીઓ ઘુષણખોરી કરતા ઝડપાયા છે. 8 જાન્યુઆરીના રોજ ઝડપાયેલ 10 પાકિસ્તાનીઓ પાસેથી બે મોબાઈલ અને એક જી.પી.એસ સિસ્ટમ પકડાયા છે, ઉપરાંત તેઓની પાસેથી મચ્છીનો જથ્થો સડતો હોવાથી નાશ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
પોરબંદર જળસીમાં પરથી ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓના 3 દિવસના રિમાન્ડ કરાયા મંજુર આ પણ વાંચો : capture bot in Pakistani: દેવભૂમિ-દ્વારકાની જળ સીમા પર કોસ્ટગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી
આ પણ વાંચો : ભારતીય તટ રક્ષક દળે ભારતીય જળસીમામાંથી 12 ખલાસીઓ સાથે પાકિસ્તાની બોટ પકડી